Connect Gujarat
દેશ

મન કી બાતમાં PM મોદીએ તહેવારોમાં ફરી યાદ કરાવતા કહ્યું- 'શોપિંગ એટલે વોકલ ફોર લોકલ'

દેશને સંબોધિત કરતા PM મોદીએ 100 કરોડ રસીકરણના ડોઝ માટે સ્વા્થ્યકર્મીઓનો આભાર માન્યો.

મન કી બાતમાં PM મોદીએ તહેવારોમાં ફરી યાદ કરાવતા કહ્યું- શોપિંગ એટલે વોકલ ફોર લોકલ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 82મી વખત રેડિયો કાર્યક્રમમાં મન કી બાત કરી હતી. દેશને સંબોધિત કરતા PM મોદીએ 100 કરોડ રસીકરણના ડોઝ માટે સ્વા્થ્યકર્મીઓનો આભાર માન્યો. આ સાથે તેમણે પોલીસ કર્મીઓમાં મહિલાઓના આંકડા પર પણ ખુસી વ્યક્ત કરી, તેમણે યુવાનોને પણ ડ્રોન ટેક્નોલોજીમાં દેશને અગ્રણી બનાવવા માટે આહવાન કર્યુ. આ સાથે તેમણે તહેવારોમાં લોકોલ ફોર વોકલ બનવાનું કહ્યું.

ઓક્ટોબર મહિનો તહેવારોના રંગોમાં રંગાઈ રહ્યો છે. તમને યાદ છે શોપિંગ એટલે 'વોકલ ફોર લોકલ'! જો તમે સ્થાનિક ખરીદી કરો છો, તો તમારો તહેવાર પણ પ્રકાશિત થશે અને એક કારીગર, એક વણકર તથા ગરીબ ભાઈ અને બહેનના ઘરમાં પ્રકાશ થશે. મને ખાતરી છે કે, આપણે બધાએ સાથે મળીને જે અભિયાન શરૂ કર્યું છે તે આ વખતે તહેવારોમાં વધુ મજબૂત બનશે. તમે અહીંથી ખરીદો છો તે સ્થાનિક ઉત્પાદનો વિશે સોશિયલ મીડિયા પર શેર કરો. તમારી આસપાસના લોકોને પણ કહો

તેમણે યુવાનોને આહવાન કરતા જણાવ્યુ કે, આપણે ડ્રોન ટેક્નોલોજીમાં અગ્રેસર દેશ બનવાનું છે. આ માટે સરકાર શક્ય તમામ પગલાં લઈ રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે, તમારે ડ્રોન પોલિસી પછી સર્જાયેલી તકોનો લાભ લેવા વિશે વિચારવું જોઈએ, આગળ આવો.

પીએમ મોદીએ કહ્યું કે 'સાહેબ કહેતા હતા કે, આપણે સૌ એક થઈને સંયુક્ત પ્રયાસો દ્વારા દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણી પાસે એકતા ન હોય તો આપણે આપણી જાતને નવી-નવી મુશ્કેલીઓમાં ફસાવી દઈશું. એટલે કે, રાષ્ટ્રીય એકતા છે તો, ઉંચાઈ છે, વિકાસ છે. આપણું સ્વાતંત્ર્ય આંદોલન આનું સૌથી મોટું ઉદાહરણ છે. તમે કલ્પના કરો, જ્યારે આઝાદીના આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનાવવામાં આવશે, ત્યારે લોકો પોતાના ઘરના દરવાજા પર, દિવાલ પર, આપણે આઝાદીના લડવૈયાઓની તસવીર લગાવીશું, સ્વતંત્રતાની કોઈપણ ઘટનાને રંગોથી બતાવીશું, તો અમૃત મહોત્સવનો રંગ પણ વધશે.

પીએમ મોદીએ દેશની મહિલાઓ અંગે વાત કરતા જણાવ્યુ કે, 'બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા દર્શાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી થઈ છે. આજે દેશની દીકરીઓ પણ અઘરી ફરજો પૂરી તાકાત અને ઉત્સાહથી કરી રહી છે. ઉદાહરણ તરીકે, ઘણી દીકરીઓ હાલમાં સૌથી અઘરી તાલીમમાંથી પસાર થઈ રહી છે, વિશિષ્ટ જંગલ વોરફેર કમાન્ડો. આ અમારી કોબ્રા બટાલિયનનો ભાગ હશે.હું મહિલા પોલીસકર્મીઓને વિનંતી કરવા માંગુ છું કે તેઓ શાળાઓ ખુલ્યા પછી તેમના વિસ્તારની શાળાઓની મુલાકાત લે, ત્યાંની છોકરીઓ સાથે વાત કરે. મને ખાતરી છે કે આ વાતચીત આપણી નવી પેઢીને નવી દિશા આપશે.'

પીએમ મોદીએ કહ્યુ કે, 'મને જમ્મુ -કાશ્મીરના કુપવાડા જિલ્લાની ઘણી બહેનો વિશે પણ જાણવા મળ્યું છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી કચેરીઓ માટે તિરંગો સીવી રહી છે. આ કાર્ય દેશભક્તિથી ભરપૂર છે. હું બહેનોની ભાવનાની પ્રશંસા કરું છું.'

પીએમ મોદીએ ગુજરાતનું નામ લેતા જણાવ્યુ કે, "તમે જોયું જ હશે, તાજેતરમાં ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઇક રેલી કાઢી હતી. ત્રિપુરા પોલીસના જવાનો એકતા દિવસની ઉજવણી માટે ત્રિપુરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઇક રેલી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, આગામી રવિવારે એટલે કે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ છે. 'મન કી બાત'ના દરેક શ્રોતા વતી અને મારા વતી હું લોખંડી પુરુષને નમન કરું છું. તે આપણા બધાની જવાબદારી છે કે, આપણે કેટલીક પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ જે એકતાનો સંદેશ આપે છે.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત નમસ્કારથી કરી હતી. તેમણે જણાવ્યુ કે, હું કોટી-કોટી નમસ્કાર એટલે પણ કહી રહ્યો છું, કારણ કે આજે 100 કરોડ રસી ડોઝ પછી, દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. અમારા રસી કાર્યક્રમની સફળતા ભારતની ક્ષમતા દર્શાવે છે. 100 કરોડ રસી ડોઝનો આંકડો ચોક્કસપણે મોટો છે. હું મારા દેશની ક્ષમતા, મારા દેશના લોકોથી સારી રીતે વાકેફ છું. હું જાણતો હતો કે, આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓને રસી આપવામાં કોઈ કસર છોડશે નહીં.

વર્ષ 2014માં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ મોટાભાગે દેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તે સામાન્ય જનતાની વાત કરે છે. તેઓ લોકોને તેમના અનુભવો દ્વારા માર્ગદર્શન પણ આપે છે. અત્યાર સુધી પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા 81 વખત દેશવાસીઓને સંબોધિત કરી ચૂક્યા છે.

Next Story