Connect Gujarat
દેશ

દેશમાં આજે કોરોનાના 1569 નવા કેસ નોધાયા , 19 સંક્રમિતોના થયા મોત

આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે.

દેશમાં આજે કોરોનાના 1569 નવા કેસ નોધાયા , 19 સંક્રમિતોના થયા મોત
X

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16,400 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,260 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,84,710 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,48,944 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,78,005 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

Next Story