Connect Gujarat
દેશ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા
X

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા છે અને 45 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1845 નો ઘટાડો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 હજાર 931 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 2 હજાર 993 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 799 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 91 લાખ 5 હજાર 738 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 24 લાખ 70 હજાર 330 ડોઝ અપાયા હતા.

Next Story