Connect Gujarat
દેશ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8439 કેસ નોંધાયા.

બુધવારે મંગળવારની સરખામણીએ 1500થી વધારે મામલા સામે આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8439 કેસ નોંધાયા.
X

બુધવારે મંગળવારની સરખામણીએ 1500થી વધારે મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 8439 મામલા સામે આવ્યા છે. જ્યારે 195 લોકોના મોત થયા છે. આ દરમિયાન 9525 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી કુલ 93,733 સક્રિય દર્દી બચ્યા છે. ત્યારે દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,46,56,822 મામલા આવી ચૂક્યા છે. જ્યારે કુલ 3,40,89,137 લોકો સાજા થયા છે. તો મરનારની સંખ્યા 4,73,952 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી મંગળવારે આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 6822 મામલા સામે આવ્યા હતા. જે 558 દિવસમાં સૌથી ઓછા હતા. પરંતુ આજે ફરી લગભગ 2 હજાર દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આ દરમિયાન 220 લોકોના મોત પણ થયા હતા. આ ઉપરાંત 10, 004 લોકો સાજા થયા છે અને રિકવરી રેટ 98.36 ટકા પહોંચી ગઈ હતી. દેશમાં સક્રિય મામલા કુલ મામલાના એક ટકાથી ઓછા છે અને વર્તમાનમાં 0.27 ટકા છે. ગત 65 દિવસમાં દૈનિક પોઝિટિવિટી દર 0.70 ટકા છે. જે 2 ટકાથી ઓછા છે. ગત 24 દિવસમાં 0.76 ટકાના અઠવાડિક પોઝિટિવિટી દર એક ટકાથી પણ ઓછો છે.

Next Story