Connect Gujarat
દેશ

વિશ્વના 10મા નંબરના ધનિક મુકેશ અંબાણીના નિવાસની સુરક્ષામાં વધારો

બે શંકાસ્પદ વ્યકતિઓ એન્ટિલીયાની રેકી કરતાં હોવાની માહિતી બાદ મુકેશ અંબાણીના નિવાસની સુરક્ષામાં વધારો કરી દેવાયો

વિશ્વના 10મા નંબરના ધનિક મુકેશ અંબાણીના નિવાસની સુરક્ષામાં વધારો
X

વિશ્વના 10મા નંબરના ધનિક મુકેશ અંબાણીના સત્તાવાર નિવાસસ્થાન એન્ટિલિયાની સુરક્ષા વધારી દેવાય છે.બે શંકાસ્પદ વ્યકતિઓ એન્ટિલીયાની રેકી કરતાં હોવાની માહિતી બાદ આ પગલું ભરાયું છે. આખી ઘટના પર નજર નાંખવામાં આવે તો વિશ્વના 10મા નંબરના ધનિક મુકેશ અંબાણી મુંબઇમાં એન્ટિલિયા નામના વૈભવી મકાનમાં વસવાટ કરે છે. સોમવારના રોજ એક ટેકસી ડ્રાયવરને બે યુવાનોએ એન્ટિલીયા વિશે પુછપરછ કરી હતી. બાદમાં આ ટેકસી ડ્રાયવરે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ડ્રાયવરના જણાવ્યા અનુસાર બંને ઉર્દુમાં વાત કરતાં હતાં અને તેમની પાસે એક બેગ પણ છે. પોલીસે હાલમાં એન્ટીલીયાની સુરક્ષા વધારી દીધી છે. ટેક્સી ડ્રાઈવરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યું કે કિલા કોર્ટની સામે એક દાઢીવાળા વ્યક્તિએ તેની પાસેથી એન્ટીલિયાનું એડ્રેસ પૂછી રહ્યાં હતા. તેઓ સિલ્વર કલરની વેગન આર કારમાં સવાર હતો. તે મોટી દાઢીવાળો હતો અને તેની સાથે બીજો શખ્સ પણ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાં જ એન્ટીલીયાની બહારથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી.

Next Story