Connect Gujarat
દેશ

ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી,કોરોના વેકસીનેશનનો આંક 100 કરોડને પાર

ભારતે આજે નવી સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં 100 કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂક્યું છે.

ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી,કોરોના વેકસીનેશનનો આંક 100 કરોડને પાર
X

ભારતે આજે નવી સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં 100 કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂક્યું છે.

અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવ્યા બાદ અમે મિશન હેઠળ સુનિશ્ચિત કરીશું કે જેમને પહેલો ડોઝ લાગ્યું છે તેમને બીજો ડોઝ પણ લાગે જેથી કોવિડ 19થી તેમના સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારે કહ્યું કે જે ગામમાં સો ટકા રસીકરણ થઈ ચૂક્યું છે તેમને 100 કરોડ ડોઝની સિદ્ધિ માનવામાં આવશે. એટલા માટે અભિયાનમાં મહત્વના સ્વાસ્થ્ય કર્મીઓની પ્રશંસામાં પોસ્ટર બેનર લગાવવા જોઈએ. ભારતમાં રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝ આપવાનું સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. દેશમાં 100 કરોડ ડોઝ આપવાના અવસર પર મંડાવિયા લાલ કિલાથી કૈલાશ ખેરના ગીત અને ઓડિયો વિઝ્યૂઅલ ફિલ્મ જારી કરશે. સ્પાઈસજેટ 100 કરોડ ડોઝની સિદ્ધિ મેળવવા પર ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર વિશેષ વર્દી જારી કરશે. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાત્ય સિંધિયા અને સ્પાઈઝેટના મુખ્ય પ્રબંધ નિર્દેશક અજય સિંહ હાજર રહેશે. માંડવિયાએ આની પહેલા કહ્યું હતું કે જ્યારે ભારત રસીકના 100 કરોડ ડોઝ લગાવવાની સિદ્દિ મેળવશે ત્યારે તે વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત કરશે. આ સિદ્ધિનું સેલિબ્રેશન શહરેમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં કરવામાં આવશે.

Next Story