Connect Gujarat
દેશ

ભારતે વેક્સિનમાં ચીનનો રેકોર્ડ તોડ્યો; એક દિવસ 2.5 કરોડને અપાઈ રસી

ભારતે વેક્સિનમાં ચીનનો રેકોર્ડ તોડ્યો; એક દિવસ 2.5 કરોડને અપાઈ રસી
X

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારત કોરોનાની રસી લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા પાડોશી દેશ ચીનને પાછળ છોડી દીધા છે. દેશમાં એક દિવસમાં 2.50 કરોડથી વધારે લોકોનું રસીકરણ થયું છે. પીએમ મોદીએ આને એક સિદ્ધિ ગણાવતા ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી છે. ગઈકાલે સવારથી ચાલુ થયેલી રસીકરણ મોડીરાત સુધી ચાલ્યું હતું.

શુક્રવારે કર્ણાટક દેશમાં સૌથી વધારે 26.9 લાખ ડોઝ આપ્યા. જ્યારે બિહારમાં 26.6 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આ 24.8 લાખથી વધારે ડોઝ, મધ્ય પ્રદેશમાં 23.7 લાખથી વધારે અને ગુજરતમાં 20.4 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યાકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીના જન્મદિવસ પર ભારતે આજે ઈતિહાસ રચી દીધો છે. 2.50 કરોડથી વધારે રસી લગાવીને દેશ અને વિશ્વના ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજના દિવસે હેલ્થકર્મીઓના નામે રહ્યો.પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું દરેક ભારતીય આજે રેકોર્ડ સંખ્યામાં કરવામાં આવેલા રસીકરણને લઈને ગોરવાન્વિત થશે. હું રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આપણા ડોક્ટરો, પ્રશાસકો, નર્સોસ સ્વાસ્થ્ય સેવા અને ફ્રન્ટલાઈનના તમામ કર્મીઓને બિરદાવુ છુ. કોરોનાને હરાવવા માટે રસીકરણને પ્રોત્સાહન આપતા રહે.

Next Story