Connect Gujarat
દેશ

ભારતની નીખત ઝરીને ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની નીખત ઝરીને ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની નીખત ઝરીને ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
X

ભારતની નીખત ઝરીને ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ગુરુવારે 19 મેના દિવસે ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુતામાસને હરાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે નીખત હવે મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખ કેસી પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પાંચમી મહિલા બોક્સર બની ગઈ છે. 25 વર્ષીય ઝરીન પૂર્વ જૂનિયર યૂથ વર્લ્ડ ચેમ્પિયન છે. ફાઈનલમાં પોતાની થાઈ પ્રતિદ્વંદી વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન દાખવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતનો અત્યાર સુધીનો 10મો ગોલ્ડ મેડલ

• મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતે 10મો ગોલ્ડ મેડલ જીત્યો છે.

• મેરી કોમે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે.

• ભારતને અત્યાર સુધીમાં 10 ગોલ્ડ, 8 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

• આ ઈવેન્ટમાં ભારત 37 મેડલ સાથે ત્રીજો સૌથી સફળ દેશ છે.

• રશિયાએ સૌથી વધુ 60 અને ચીને 50 મેડલ જીત્યા છે.

• આ સ્પર્ધામાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2006માં રહ્યું હતું, આ વર્ષે દેશે ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીત્યા હતા.

Next Story