Connect Gujarat
દેશ

"મોંઘવારીનો માર" : પેટ્રોલ-ડીઝલ, LPG બાદ હવે CNGના ભાવમાં પણ થયો વધારો...

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલ, LPG બાદ હવે CNGના ભાવમાં પણ થયો વધારો...
X

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

અમદાવાદમાં અદાણી ગેસ તરફથી CNG ની કિંમતમાં એક સાથે 5 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર શુક્રવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ઓઇલ માર્કેટિંગ કંપની ઘરેલુ LPG સિલિન્ડર પર નહીં, પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડર પર કર્યો છે. તેનાથી ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકોને રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપની હાલમાં જ લગભગ 10 દિવસ પહેલા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો, જ્યારે આ કંપની તા. 22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.

Next Story