Connect Gujarat
દેશ

જહાંગીરપુરી: સુપ્રીમ કોર્ટે MCDની બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે હાલમાં જહાંગીરપુરીમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

જહાંગીરપુરી: સુપ્રીમ કોર્ટે MCDની બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ
X

સુપ્રીમ કોર્ટે હાલમાં જહાંગીરપુરીમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે MCDને યથાસ્થિતિ જાળવી રાખવા જણાવ્યું છે. હવે અતિક્રમણ હટાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે એટલે કે ગુરુવારે ફરી સુનાવણી થશે.

જણાવી દઈએ કે, 16 એપ્રિલે હનુમાન જયંતિના અવસરે નિકળેલી શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં જ પથ્થરમારો થયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 20થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, MCD એ જહાંગીરપુરીમાં હાજર ગેરકાયદે અતિક્રમણને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મોટાપાયે ગેરકાયદે ધંધા પર પણ બુલડોઝર દોડી ગયા છે. પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જો કે, કોર્ટે તરત જ MCDની બુલડોઝરની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

Next Story