Connect Gujarat
દેશ

જમ્મુ કશ્મીર: PM મોદીના સભા સ્થળથી 12 કી.મી. દૂર બ્લાસ્ટ,સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ કશ્મીર: PM મોદીના સભા સ્થળથી 12 કી.મી. દૂર બ્લાસ્ટ,સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ પહોંચી રહ્યા છે. મોદી અહીં પંચાયતી રાજ દિવસ પર એક મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. જમ્મુના સાંબામાં વડાપ્રધાનની સભા પહેલા બ્લાસ્ટ થયો છે. આ સ્થળથી 12 કિલોમીટર દૂર વડાપ્રધાનની સભા યોજાવાની છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ એક ખેતરમાં થયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે. ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. અહીં મોદી સાંબા જિલ્લામાં યોજાનારા પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તેઓ અહીં પંચાયતના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ગ્રામસભાની બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન દેશભરમાં ગ્રામસભાઓની બેઠકનું આયોજન કરવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પીએમ રૂ.38,082 કરોડની ઔદ્યોગિક વિકાસ દરખાસ્તોનો શિલાન્યાસ કરશે.તેમજ PM 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે જમ્મુ-શ્રીનગર ટનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

Next Story
Share it