જમ્મુ કશ્મીર: આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના ચાર જવાનો શહીદ, બે આતંકીઓ ઠાર
જમ્મુ વિભાગના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું

જમ્મુ વિભાગના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં આતંકવાદીઓનું એક જૂથ ઘેરાયેલું છે. સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની સંખ્યા ચારથી પાંચ હોઈ શકે છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંચના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટરમાં એક JCO અને ભારતીય સેનાના ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી બાજુ, સુરક્ષા દળો કાશ્મીર વિભાગમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળ થયા છે. એક આતંકવાદી અનંતનાગમાં અને એક બાંદીપોરામાં માર્યો ગયો છે. બાંદીપોરામાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ હતી. તે ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો. રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ કામગીરીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જણાવી દઈએ કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ આતંકવાદીઓના સહાયકને પકડવા ગઈ હતી. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું અને તે આતંકીને મારવામાં સફળ થયા હતા. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
નર્મદા: ડેડીયાપાડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કૌશલ્યવર્ધન...
26 May 2022 11:21 AM GMTઅંકલેશ્વર: શહેર અને જીઆઈડીસી વિસ્તાર મળી 3 સ્થળોએથી બાઈકની ચોરી,પોલીસે ...
26 May 2022 11:15 AM GMTસુરત : કોલેજની પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ વિદ્યાર્થીઓને મળી સજા,જાણો...
26 May 2022 10:46 AM GMTવડોદરા : 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ફ્રાન્સમાં વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2...
26 May 2022 10:17 AM GMTઅંકલેશ્વર: પિરામણના હવામહલ નજીક પાણીનો બગાડ ! મુખ્યમાર્ગ પર પાણી ભરાય...
26 May 2022 10:11 AM GMT