Connect Gujarat
દેશ

જમ્મુ કશ્મીર: ભારતીય સેનાનો વળતો પ્રહાર-30 કલાકમાં 6 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે ભારતીય સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે 5 જવાનો શહીદ થયા બાદ

જમ્મુ કશ્મીર: ભારતીય સેનાનો વળતો પ્રહાર-30 કલાકમાં 6 આતંકી ઠાર
X

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે ભારતીય સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે 5 જવાનો શહીદ થયા બાદ સેના દ્વારા આજે 6 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક લોકોએ થોડા દિવસો પહેલા સામાન્ય નાગરિકની હત્યા કરી હતી.

આજે સવારે અનંતનાગમાં સેના દ્વારા એક આતંકીને મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર વખતે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયો છે. જોકે હજુ ત્યા કેટલા આતંકીઓ છુપાયેલા છે તે વિશે કોઈ માહિતી સામે નથી આવી છેલ્લા 30 કલાકમાં સેના અને આતંકીઓ વચ્ચે 5 વખત અથડામણ થઈ ચુકી છે બાંદીપોરામાં પણ સેના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. મૃતક આતંકીનું નામ ઈમ્તિયાઝ અહમદ હોવાનું સામે આવ્યું છે. જે લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલો હતો. આ આતંકીએ શાહ કુંડમાં એક નિર્દોષ નાગરિકો ની હત્યા કરી હતી મોડી રાતે શોપિયામાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. જેમના નામ દાનિશ અહમદ, યાવર અહમદ અને મુખ્તાર અહમદ હોવાનું સામે આવ્યું છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ સહિત AK-47 પણ મળી આવી છે. મુખ્તાર અહમદે ગંદરબાલમાં એક સામાન્ય નાગરિક ની હત્યા કરી હતી આમ ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ સર્ચ ઓપરેશન કરી આંતકીઓનો હિસાબ કરી રહી છે

Next Story