Connect Gujarat
દેશ

કાશ્મીર : આ છે ભારતીય સેનાઃ બરફની ચાદર પર 'ખુકુરી ડાન્સ' કરતા જોવા મળ્યા જવાનો

કાશ્મીરનું કુપવાડા જ્યાં ઠંડીનો વિચાર કરતાં જ શરીર કંપી ઊઠે છે. લોહી જામવા લાગે છે અને હાડકાં પીગળવા લાગે છે

કાશ્મીર : આ છે ભારતીય સેનાઃ બરફની ચાદર પર ખુકુરી ડાન્સ કરતા જોવા મળ્યા જવાનો
X

કાશ્મીરનું કુપવાડા જ્યાં ઠંડીનો વિચાર કરતાં જ શરીર કંપી ઊઠે છે. લોહી જામવા લાગે છે અને હાડકાં પીગળવા લાગે છે, પરંતુ આ ઠંડી અને હિમવર્ષા ભારતીય સેનાના આત્માને ન તો મંદ કરી શકે છે અને ન તો તેમને એક ક્ષણ માટે પણ નિરાશ કરી શકે છે.

કુપવાડાથી જે વીડિયો સામે આવ્યો છે તેમાં ભારતીય સૈનિકો એવી રીતે જોવા મળી રહ્યા છે, જેને જોઈને કોઈને પણ ગર્વ અનુભવ થાય .ભારતીય સેના દ્વારા સૈનિકોના ડાન્સનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં બરફની ચાદર વચ્ચે ત્રિરંગો લહેરાવતો જોવા મળી રહ્યો છે, જેની સામે સેનાના જવાનો ખુકરી ડાન્સ કરી રહ્યા છે. ભારતીય સેનાએ વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૈનિકો હિમવર્ષા અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સરહદોની સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા જોવા મળી રહ્યા છે.

Next Story