Connect Gujarat
દેશ

લખીમપુર: રાહુલ ગાંધીએ પીડિત પરિવારની મુલાકાત કરી; આજે અખિલેશ યાદવ જશે લખીમપુર

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે લવપ્રીત તમારું બલિદાન ભૂલીશું નહીં. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલશે.

લખીમપુર: રાહુલ ગાંધીએ પીડિત પરિવારની મુલાકાત કરી; આજે અખિલેશ યાદવ જશે લખીમપુર
X

લખીમપુર મામલામાં પીડિત પરિવારોને મળવા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સૌ પહેલા કિસાન લવપ્રીતના પરિવારજનોને મળ્યા હતા. તેમણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે લવપ્રીત તમારું બલિદાન ભૂલીશું નહીં. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલશે. આ સાથે તેમણે બે ફોટા પણ ટ્વિટ કર્યા છે. લખીમપુર તે ગાડીઓના લાંબા કાફલા સાથે પહોંચ્યા છે. આ દરમિયાન રસ્તામાં ઘણા કિલોમીટર સુધી લોકોની ભીડ રસ્તાની બંને તરફ જોવા મળી હતી. રાહુલે પીડિત પરિવારની મુલાકાત કરી તે સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા.


આ પહેલા રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે હું અહીંથી નીકળવા માંગું છું પણ મને એરપોર્ટ પર જ રોકી દીધો છે. અમે પોતાની ગાડીમાં લખીમપુર જવા માંગીએ છીએ પણ પોલીસ પોતાના વાહનમાં લઇ જવા માંગે છે. મેં તેમને કહ્યું કે હું પોતાની ગાડીમાં જવા માંગુ છું પણ હવે લાગી રહ્યું છે કે આ લોકો મોટી યોજના બનાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જુઓ આવી રીતે યૂપી સરકાર લખીમપુર જવાની મંજૂરી આપી રહી છે. આ દરમિયાન રાહુલે ત્યાં હાજર અધિકારીઓને સવાલ કર્યો કે કયા નિયમ અંતર્ગત તે આ વાતનો નિર્ણય લઇ રહ્યા છે કે હું કેવી રીતે જઈશ. આ પછી તેમણે ત્યાં હાજર મીડિયાને કહ્યું કે કેમેરા પર દેખાડો કે મને કેવી રીતે રોકવામાં આવી રહ્યો છે. જો મને ખાનગી ગાડીમાં નહીં જવા દેવામાં આવે તો હું એરપોર્ટ પર ધરણા પર બેસી જઈશ.

Next Story