Connect Gujarat
દેશ

લખીમપુર "હિંસા" : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનું ઉપવાસ આંદોલન, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીના પુત્રની ધરપકડની માંગ

લખીમપુર હિંસા : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનું ઉપવાસ આંદોલન, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીના પુત્રની ધરપકડની માંગ
X

લખીમપુર ખીરીમાં થયેલ હિંસા મામલે પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ મૌન વ્રત અને ઉપવાસ પર બેઠા છે. સિદ્ધુ મૃતક ખેડૂત લવપ્રીતના ઘરે ગયા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૌન વ્રતથી ભૂખ હડતાળ પર બેસી રહીશ.

જોકે, સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે, મારો પુત્ર આશિષ શનિવારના રોજ હાજર થઈ પોલીસને પણ સહકાર આપશે. ખરેખર, આરોપી આશિષની ધરપકડ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં ખુદ અજય મિશ્રાએ મીડિયા સામે આવીને આ નિવેદન આપ્યું છે. પરંતુ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યુ છે કે, જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી મારો વિરોધ યથાવત રહેશે…

Next Story