મધ્યપ્રદેશઃ કાળિયાર શિકારીઓએ પોલીસકર્મીઓને માર્યા ગોળીબાર, SI સહિત ત્રણના મોત
મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે.

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસસ્થાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગુનાના એરોન વિસ્તારના જંગલમાં શનિવારે વહેલી સવારે કાળિયાર શિકારના મામલામાં પોલીસકર્મીઓ શોધખોળ કરવા ગયા હતા. અહીં શિકારીઓએ ગુપ્ત રીતે તેમના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસનું કહેવું છે કે હત્યારાઑના જવાની માહિતી સાગા બરખેડાથી મળી હતી. તેમની ઘેરાબંધી માટે 3-4 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ પછી, બદમાશ 4-5 બાઇક પર શાહરોકના જંગલમાં જતા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસે ઘેરાબંધી કરી તો તેઓએ ગોળીબાર શરૂ કર્યો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. શિકારીઓ પાસેથી પાંચ હરણ અને એક મોરના અવશેષો જપ્ત કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પોલીસકર્મીઓમાં SI રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ, કોન્સ્ટેબલ સંતરામનો સમાવેશ થાય છે. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના સવારે 4:00 વાગ્યે બની હોવાનું કહેવાય છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT