Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકાર પર જોખમ, એકનાથ શિંદેએ ટ્વિટ કરી કહ્યું "અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ"

તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાનાં 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાંખ્યા છે.

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકાર પર જોખમ, એકનાથ શિંદેએ ટ્વિટ કરી કહ્યું અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ
X

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાનાં 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાંખ્યા છે.શિંદે ઉપરાંત આ જૂથમાં અન્ય 3 મંત્રીઓ પણ છે. એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ.બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે. બાળાસાહેબના વિચારો અને ઉપદેશો અમારામાં છે, અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય કરીશું નહીં.સૂત્રોનો દાવો છે કે એકનાથ શિંદેએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધનની શરત મૂકી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે પોતે મુખ્યમંત્રી પદ પર બેસવા માંગે છે.શિંદેએ 3 ધારાસભ્યો સંજય રાઠોડ, સંજય બાંગર અને દાદા ભુસે કુલને પણ માતોશ્રી મોકલ્યા છે. તેઓ ઉદ્ધવ સાથે વાતચીત કરશે.સવારે 8 વાગ્યાની આસપાસ સુરતથી જ શિંદેના મુંબઈ છોડવાના સમાચાર આવ્યા હતા. બાદમાં ખબર પડી કે શિંદેએ પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. મુખ્યમંત્રી પણ ફોન પર વાત કરી શક્યા ન હતા. આ સમાચારના થોડા કલાકો પછી, દિલ્હીમાં હલચલ વધુ તીવ્ર બની હતી. ગૃહમંત્રી અમિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા. બંન્ને નેતાઓની બંધ બારણે મુલાકાત થઈ હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે ધારાસભ્યો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.31 મહિના પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવી હતી. ત્યારે શિવસેના-એનસીપી ગઠબંધન પાસે 56 ધારાસભ્યો હતા અને ભાજપની પાસે 106 ધારાસભ્યો હતા. વિધાનસભામાં 288 ધારાસભ્યો છે. એટલે કે સરકાર માટે 144 ધારાસભ્યોની જાઈએ. વર્તમાન પરિસ્થિતિમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો છે.

Next Story