Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના ભણકારા; ચંદ્રકાન્ત પાટિલે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના ભણકારા; ચંદ્રકાન્ત પાટિલે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત
X

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન તૂટયા બાદ ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસવ મજબૂત કરવા માટે ફરી મહેનત પર લાગી ગઈ છે. જેમાં પાર્ટી વિસ્તારની પાર્ટી સાથે મળી પોતાની પકડ મજબૂત કરવામાં લાગી ગઈ છે. આ બધા વચ્ચે વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.

શુક્રવારે આ બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી હતી. આ બેઠકમાં રાજ ઠાકરે સહિત MNSના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની આ બીજી મુલાકાત છે. જેને લઈ હવે રાજકારણમાં ઘણી વાતો ચાલી રહી છે. સૂત્રોના કહ્યા મુજબ રાજ ઠાકરે સાથે BJP મુંબઈ અને પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ વાતચીત ચાલી રહી છે.

પણ BJPએ આ માત્ર એક સામન્ય મુલાકાત હોવાનું કહી આ વાત પર વિરામ મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમ ચૂંટણી આવતા વર્ષે થવાની છે અને આ માટે જ BJP અને MNS ગઠબંધન કરી શકે છે. કેટલાક દિવસો પહેલા જ આ બંને પાર્ટીઓના નેતા એકબીજાને મળ્યા હતા.

Next Story
Share it