Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : મુંબઈ BMC ચૂંટણી પહેલા શિવસેનાના નેતાના ઘરે ITની તપાસ...

છેલ્લા 25 વર્ષથી સૌથી ધનિક મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેનાનો કબજો છે. કારણ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની કમાન પણ આ સમયે શિવસેનાના હાથમાં છે

મહારાષ્ટ્ર : મુંબઈ BMC ચૂંટણી પહેલા શિવસેનાના નેતાના ઘરે ITની તપાસ...
X

છેલ્લા 25 વર્ષથી સૌથી ધનિક મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેનાનો કબજો છે. કારણ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની કમાન પણ આ સમયે શિવસેનાના હાથમાં છે. તેથી, વર્ષ 2022 માં યોજાનારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની લડાઈ હવેથી હેડલાઇન્સમાં છે.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી નજીક આવતાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવના ઘરે ઈન્કમટેક્સ (આઈટી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી જ શિવસેનાના નેતા તપાસ રડાર પર આવી ગયા છે. કે કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, એમ મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું. આઈટીના દરોડા પડ્યા પછી તેઓ જાધવનાં ઘરે પહોંચી ગયાં હતાં. આ સમયે તેમણે જણાવ્યું કે શિવસેનાના કાર્યકરો કોઈ અનિચ્છનીય પગલાં નહીં લે તેનું ધ્યાન રાખવા હું આવી છું. તપાસ જે પણ કરવાનું હોય તે કરે, ચૂંટણી નજીક આવતાં શિવસેનાના બદનામ કરવાનો પ્રયાસ ચાલુ છે. જાધવનો બધો રેકોર્ડ બહાર આવવા દો. તેઓ સ્વચ્છ છે, એમ તેમણે જણાવ્યું હતું.

વેરવૃત્તિથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી અમુક લોકોને આનંદ થઈ રહ્યો છે, પરંતુ આટલા ખુશ થવાની જરૂર નથી. આખી દુનિયા શું ચાલી રહ્યું છે તે જોઈ રહી છે. જાધવ ભીમસૈનિક છે. તેઓ ભાંગશે નહીં. અમે તેમની પડખે છીએ, એમ પેડનેકરે જણાવ્યું હતું. આ તપાસમાં જે પણ હોય તે સ્પષ્ટ થવા દો. ખરી માહિતી જનતા સામે આવવાની જરૂર છે. જોકે, હાલમાં બધા લંકાને આગ લાગી હોય તેમ ભાગી રહ્યા છે. તેમને વિકૃત આનંદ મળી રહ્યો છે. એક બાજુ અમારી પર ઉગામવામાં આવે, તો બીજી બાજુ તમારી પર પણ ઉગામાશે. તપાસ ડિસ્ટર્બ કરવી નથી, એમ પણ મેયરે જણાવ્યું હતું

Next Story