Connect Gujarat
દેશ

કરો એક વોટ્સએપ તમારા ખરાબ રસ્તા થશે રીપેર; જાણો શું છે સરકારનું મહાઅભિયાન

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફાળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહ્યા છે.

કરો એક વોટ્સએપ તમારા ખરાબ રસ્તા થશે રીપેર; જાણો શું છે સરકારનું મહાઅભિયાન
X

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફાળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારે થી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

આવતા સપ્તાહથી ગુજરાત સરકાર માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના રસ્તા થી માડી હાઇવે પર વરસાદને કારણે પહેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રીપેરીંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનલાઈન તમારી આસપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રિપેર થઈ જાય માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારું નામ, મોબાઇલ નંબર મોકલવાનો રહેશે. મરામત વાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો.

Next Story