Connect Gujarat
દેશ

કોંગ્રેસમાં ફૂટ્યો પુસ્તક બોમ્બ,પક્ષના જ નેતા મનીષ તિવારીએ મનમોહન સરકારના નિર્ણયોની કરી આલોચના

મનીષ તિવારીએ વધુ એક બોમ્બ ફોડ્યો છે. કોંગ્રેસના શાસનકાળમાં મુંબઈમાં થયેલા હુમલા હજી તેનો પીછો છોડી રહ્યા નથી

કોંગ્રેસમાં ફૂટ્યો પુસ્તક બોમ્બ,પક્ષના જ નેતા મનીષ તિવારીએ મનમોહન સરકારના નિર્ણયોની કરી આલોચના
X

કોંગ્રેસમાં ફરી પુસ્તક -બોમ્બ ફૂટ્યો છે. સલમાન ખુરશીદ પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'નો વિવાદ તો હજી શમ્યો પણ નહોતો અને કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ વધુ એક બોમ્બ ફોડ્યો છે. કોંગ્રેસના શાસનકાળમાં મુંબઈમાં થયેલા હુમલા હજી તેનો પીછો છોડી રહ્યા નથી.મુંબઈ હુમલાને કારણે બીજેપી થી લઈને કોંગ્રેસ પાર્ટીના જ સિનિયર નેતાઓએ પક્ષ પર ઘણીવાર આકરા પ્રહાર કર્યા છે. આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ જ તેમના પુસ્તક '10 ફ્લેશ પોઈન્ટ: 20 ઈયર્સ- નેશનલ સિક્યોરિટી ધેટ ઈમ્પેક્ટ ઈન્ડિયા'માં મનમોહન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ તિવારીએ તેમના મુંબઈમાં થયેલા 26/11ના હુમલા પછી પાકિસ્તાન પર કોઈ એક્શન ન લેવાની વાતને કોંગ્રેસની નબળાઈ ગણાવી છેકોંગ્રેસ નેતા મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં મુંબઈ હુમલા પછી કોઈ કાર્યવાહી ના કરવાના મુદ્દે મનમોહન સરકારની નિંદા કરી છે. મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે એવું પણ પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસે કાર્યવાહી ના કરીને તેમની નબળાઈ દર્શાવી છે મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી તો તેની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે.26/11 એવી ઘટના છે, જ્યારે શબ્દો કરતાં વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું હતું કે ભારતે એ જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી

Next Story