Connect Gujarat
દેશ

મોદી કેબિનેટની બેઠક 15 ઓગષ્ટ પછી, મંત્રાલયોની કામગીરીનો એજન્ડા તૈયાર કરાશે

મોદી કેબિનેટની બેઠક 15 ઓગષ્ટ પછી, મંત્રાલયોની કામગીરીનો એજન્ડા તૈયાર કરાશે
X

કેન્દ્રીય કેબિનેટની બેઠક સ્વતંત્રતા દિવસ પછી યોજવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન ભવિષ્યના એજન્ડા પર વિગતવાર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટની ત્રણ દિવસની બેઠક મંગળવારથી યોજાવાની હતી, પરંતુ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને કારણે તેને રદ્દ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળના બાકી ત્રણ વર્ષના સમયગાળા માટે તમામ મંત્રાલયોની કામગીરી માટે એજન્ડા નક્કી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ મંત્રાલયો હવે આગામી ત્રણ વર્ષ માટે પીએમ દ્વારા નિર્ધારિત કરેલા એજન્ડા પર કામ કરશે. સૂત્રોનું માનીએ તો બેઠકમાં પીએમ મોદી વ્યક્તિગત રીતે કેબિનેટ મંત્રીઓએ તેમના સંબંધિત રાજ્યના મંત્રીઓ સાથે થયેલા કામને કેવી રીતે વિભાજીત કર્યું છે તેની સમીક્ષા કરશે.

ઉપરાંત પીએમ કેબિનેટ મંત્રીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી શકે છે. આપને જણાવવું રહ્યું કે,કેબિનેટના વિસ્તરણ બાદ તરત જ PM મોદી દ્વારા કેબિનેટ મંત્રીઓને તાત્કાલિક જવાબદારી સોંપવામાં આવી હતી.સૂત્રો મુજબ, મંત્રાલયો સાથે જોડાયેલા મહત્વના કામને પ્રથમ પ્રાથમિકતા મળે તે હેતુથી એજન્ડા નક્કી કરવામાં આવશે. આ માટે વિવિધ મંત્રાલયો માટે મહત્વના કાર્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે સૂચિ મુજબ, પ્રાથમિકતાના આધારે કાર્યોને મહત્વ આપવામાં આવશે.ઉપરાંત આ બેઠકમાં સચિવોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.જેમાં PM ચાલુ યોજનાઓની સમીક્ષા કરશે અને યોજનાઓ માટે મંત્રાલયના સચિવોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

Next Story