Connect Gujarat
દેશ

મોદી સરકારનો મોટો નિર્ણય: ઇ વાહનોની ખરીદી પર શું થશે ફાયદો,વાંચો

મોદી સરકારનો મોટો નિર્ણય: ઇ વાહનોની ખરીદી પર શું થશે ફાયદો,વાંચો
X

દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઘણા પ્રકારની પોલિસી પહેલા જ લાગુ કરી દીધી છે. ઘણી રાહતો અને પ્રોત્સાહનો પણ આપવામાં આવી રહ્યા છે. FAME-2 પોલિસી હેઠળ સરકારે સબ્સિડીને પણ વધારી છે જેથી લોકોને ઈલેક્ટ્રિક વ્હીકલ સસ્તા ભાવે મળી શકે. હવે સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે વધુ એક રાહતનું એલાન કર્યું છે.

રસ્તા પરિવહન મંત્રાલયે બેટરીથી ચાલતી ગાડીઓ એટલે કે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ફીને માફ કરી દીધી છે. એટલે તે જો તમે કોઈ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો. જો તે ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, તેના રજીસ્ટ્રેશન માટે તમારે ફી નહીં આપવી પડે. જો તમારી પાસે કોઈ ઈ-વ્હીકલ પહેલાથી જ છે તો RC રીન્યૂઅલ માટે પણ તમને હવે કોઈ ફી નહીં આપવી પડે.

મંત્રાલયની તરફથી તેને લઈને એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયની તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને બેટરીથી ચાલતા વાહનોને નવા રજીસ્ટ્રેશન માટેના ચાર્જની પણ છુટ આપવામાં આવી છે. મંત્રાલયે આ બધુ જ ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવામા માટે કર્યું છે. તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે ઘણા મોટા રાજ્યો જેવા કે દિલ્હી-મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતે પોત પોતાના ઈ-વ્હીકલ પોલિસીને લાગુ કરી છે.

Next Story