Connect Gujarat
દેશ

મોદી મંત્રીમંડળનું વિસ્તરણ! આગામી 2 થી 3 દિવસમાં નિર્ણય લેવાય એવી શક્યતા,વાંચો કોને મળી શકે છે સ્થાન

મોદી મંત્રીમંડળનું વિસ્તરણ! આગામી 2 થી 3 દિવસમાં નિર્ણય લેવાય એવી શક્યતા,વાંચો કોને મળી શકે છે સ્થાન
X

કેન્દ્રીય મંત્રીમંડળનો આગામી એક-બે દિવસમાં વ્યાપ કરવામાં આવી શકે છે. આ ફેરફાર 2024માં થનારી લોકસભા ચૂંટણી અને આગામી પાંચ વર્ષમાં કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ઉલ્લેખની છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ પ્રથમ વિસ્તરણ હશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ વિસ્તરણમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને સામેલ કરવામાં આવી શકે છે.

કોંગ્રેસ સાથેના તેમના મતભેદના પગલે ગત વર્ષે ભાજપને મધ્યપ્રદેશની સત્તા પરત મેળવવામાં મદદ મળી હતી. આ સિવાય સર્બાનંદ સોનવાલેને પણ તક મળી શકે છે. તેમણે આસામમાં ભાજપને જીત અપાવીને હેમંત બિસ્વા સરમાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો રસ્તો બતાવ્યો હતો.સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તરણમાં ઘણા હાલના મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. હાલ 9 મંત્રીઓની પાસે એકથી વધુ વિભાગ છે. તેમાં પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન નિતિન ગડકરી, ડો.હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ આરાની અને હરદીપ સિંહ પુરી સામેલ છે.

મોદી સરકારમાં જે ભાજપના નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે તેમાં ઉત્તરાખંડમાંથી અજય ભટ્ટ અથવા અનિલ બલૂની. કર્ણાટકમાંથી પ્રતાપ સિન્હા, પશ્ચિમ બંગાળમાંથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકર અથવા નિસિથ પ્રમાણિક. હરિયાણામાંથી બૃજેન્દ્ર સિંહ, રાજસ્થાનમાંથી રાહુલ કાસવાન, ઓરિસ્સામાંથી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રમાંથી પૂનમ મહાજન કે પ્રીતમ મુંડે અથવા હિના ગાવિત સામેલ છે. આ લિસ્ટમાં દિલ્હીમાંથી પરવેશ વર્મા કે મીનાક્ષી લેખીનું નામ પણ હોઈ શકે છે.

Next Story