Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર બન્યું રણ સંગ્રામ, કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની ધરપકડ

મહારાષ્ટ્ર બન્યું રણ સંગ્રામ, કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની ધરપકડ
X

નારાયણ રાણેની ચિપલુનમાંથી અટકાયત કરાઈ છે. રાણે ભાજપની જન આર્શીવાદ યાત્રા માટે ચિપલુન આવ્યાં ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પહેલા રત્નાગિરિ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે તેમની ધરપકડ કરવાની પ્રોસેસ પણ ચાલુ છે. પોલીસે અટકાયત કરીને રાણેને ગાડીમાં બેસાડીને રવાના થઈ ગઈ હતી.

રાણેના સમર્થકોએ તેમને રોકવાની કોશિશ પણ કરી હતી. રાણેની સામે અત્યાર સુધી 4 ફરિયાદ નોંધાઈ છે. રત્નાગિરિ હાઈકોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ત્યાં સુધી કે બોમ્બે હાઈકોર્ટે પણ નારાયણ રાણેની અરજી પર સુનાવણી કરવાની ધરાર ના પાડી દીધી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્ધવ ઠાકરે વિશે ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેના નિવેદને સમગ્ર મહારાષ્ટ્રમાં હંગામો મચાવ્યો છે. હકીકતમાં, સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતી વખતે નારાયણ રાણેની જીભ લપસી ગઈ હતી.

રાણેએ એક પ્રશ્નના જવાબમાં વાંધાજનક નિવેદન આપ્યું અને કહ્યું, 'આ વ્યક્તિ (ઉદ્ધવ ઠાકરે) ના કારણે જ મહારાષ્ટ્રમાં 1 લાખ 57 હજાર લોકો મૃત્યુ પામ્યા છે (કોવિડથી) ત્યાં કોઈ રસી નથી, કોઈ સ્ટાફ નથી, ત્યાં કંઈ નથી . શું તે દિવસો પાછળ જોતા હતા અને પૂછતા હતા કે આપણે આઝાદ થયાને કેટલા વર્ષો વીતી ગયા .. અરે, અમને કેવી રીતે ખબર નથી .. મેં તેમને ત્યાં થપ્પડ મારી હોત.

Next Story