Connect Gujarat
દેશ

નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન દસમાં નંબરે: સર્વે

નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન દસમાં નંબરે: સર્વે
X

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે.


વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે.5 નવેમ્બરે અપડેટ કરવામાં આવેલા આ સર્વેમાં ભારતના વડાપ્રધાન દુનિયાના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી આગળ છે. વડાપ્રધાન મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૈનુએલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનની ચાન્સેલર એન્જેલા માર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ પાડી દીધા છે.આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે. આ વખતે સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પાંચમાં અને બ્રિટનના વડાપ્રધાન આઠમાં ક્રમેથી નીચે ઉતરીને 10માં ક્રમે પહોંચી ગયા.

Next Story