Connect Gujarat
દેશ

નેશનલ ડિફેન્સ અકેડેમીમાં મહિલાઓ સામેલ થઈ શકશે ! મોદી સરકારે SCમાં આપી માહિતી

નેશનલ ડિફેન્સ અકેડેમીમાં મહિલાઓ સામેલ થઈ શકશે ! મોદી સરકારે SCમાં આપી માહિતી
X

હાલમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતીય સેનાની નીતિને પગલે ફટકાર લગાવી હતી અને આ મામલાની સમીક્ષા કરવાના આદેશ આપ્યાં હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે યોજાનારી પરીક્ષામાં મહિલાઓને બેસવાની મંજૂરી આપી હતી.

જોકે, સરકારે કહ્યું છે કે મહિલાઓને એનડીએ અભ્યાસક્રમોમમાં સામેલ કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરવા માટે થોડો સમય જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. અરજી પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું, અમને આ જાણીને ખૂબ આનંદ થયો કે સશસ્ત્ર દળોમાં મહિલાઓને એનડીએમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અમે જાણીએ છીએ કે આ ફેરફાર એક દિવસમાં શક્ય નથી. સરકાર આ પ્રક્રિયા અને કાર્યવાહીની સમયમર્યાદા નક્કી કરશે. કોર્ટે કહ્યું, સશસ્ત્ર દળ મહત્વની ભૂમિકા નિભાવે છે.

પરંતુ સશસ્ત્ર દળોમાં લૈંગિક સમાનતાઓ માટે વધુ કામ કરવાની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે કોર્ટનો હસ્તક્ષેપ કરવાની રાહ જોવાને બદલે જાતે જ લૈંગિક સમાનતાને નક્કી કરવા માટે પગલા ઉઠાવે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણી થઇ હતી કે જેમાં માંગ કરવામાં આવી છે કે મહિલાઓને પણ એનડીએ અથવા નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીમાં સ્થાન મળવુ જોઈએ. અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે ચાલુ વર્ષે લેવામાં આવતી એનડીએની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓને પણ સામેલ કરવામાં આવે. તેના પર પસંદગી કરવી કે નહીં તેનો નિર્ણય કોર્ટ બાદમાં કરશે. ઉલ્લેખનીય છે કે, સરકાર અત્યાર સુધી મહિલાઓ માટે એનડીએમાં જવાનો વિરોધ કરી રહી હતી.

Next Story