Connect Gujarat
દેશ

પંજાબમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું,ટ્વિટ કરી આપી જાણકારી.

નવજોત સિદ્ધુએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.' ઉલ્લેખનીય છે

પંજાબમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું,ટ્વિટ કરી આપી જાણકારી.
X

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને રાજીનામા અંગેની જાણકારી આપી છે. નવજોત સિદ્ધુએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.' ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સમાપ્ત થઈ છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં ભવ્ય જીત મેળવી જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસની સરકારને ઉખાડીને આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. ચૂંટણીઓમાં સૌથી મોટું નુકસાન કોઈ પાર્ટીને થયું હોય તો તે છે કોંગ્રેસ. ત્યારે કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામાં આપી દેવાના આદેશ આપ્યા હતાં.

આ સાથે જ આ રાજ્યોમાં નવું કોંગ્રેસ સંગઠન માળખું પણ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.. નોંધનીય છે કે આ આદેશ બાદ ઉત્તર પ્રદેશના અજય કુમાર લલ્લુ અને પંજાબના સિદ્ધુનું રાજીનામું આપવાના હતાં. ત્યારે નવજોત સિદ્ધુએ તાજેતરમાં જ ટ્વિટ કરીને રાજીનામું આપ્યાની જાણકારી આપી છે. અજય કુમાર યુપી જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ છે.

Next Story