Connect Gujarat
દેશ

NCP નેતા નવાબ મલિકનો ગુજરાતના મંત્રી પર ગંભીર આરોપ, યોગ્ય તપાસની માંગ...

ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

NCP નેતા નવાબ મલિકનો ગુજરાતના મંત્રી પર ગંભીર આરોપ, યોગ્ય તપાસની માંગ...
X

NCP નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. સાથે જ દ્વારકામાં જે ડ્રગ્સ પકડાયું તેમાં યોગ્ય તપાસ કરવા અને પણ માંગ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા, ત્યારે હવે નવાબ મલિક ગુજરાતમાં ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમા ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.

નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે, ગુજરાતમાં મુંદ્રા બાદ દ્રારકાથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ પણ અમદાવાદ અવરજવર કરે છે. જેમાં તેઓ અમદાવાદની નોવોટેલ તેમજ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાય છે. જેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલે ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે એવા સવાલો ઉઠાવ્યા કે શું..? આ ડ્રગ્સનો ખેલ ગુજરાતથી ચાલી રહ્યો છે કે શું..? સાથે જ દ્વારકામાં જે મોટા પાયે ડ્રગ્સ પકડાયું છે તેની યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માંગ પણ નવાબ મલીકે કરી છે. જેથી હવે ગુજરાતમાં ડ્રગ્સ કેસ પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ગુજરાતના એક મંત્રી સાથે ગોસાવીના તેમજ ભાનુશાળીના સંબંધો છે. તેના નામ સાથે પણ તેમણે મંત્રી કિરીટસિંહ રાણા સાથે ગોસાવી અને ભાનુશાળીના સંબંધો છે. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં હવે ઘણો ગરમાવો આવ્યો છે.

Next Story