Connect Gujarat
દેશ

ઓમિક્રૉનના કારણે તબાહીની વચ્ચે જ નવા વેરિયન્ટથી હડકંપ: ભારત સહિત 40 દેશોમાં કર્યો પગપેસારો

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસ ફરી એક વાર ચિંતાનો વિષય બન્યા છે

ઓમિક્રૉનના કારણે તબાહીની વચ્ચે જ નવા વેરિયન્ટથી હડકંપ: ભારત સહિત 40 દેશોમાં કર્યો પગપેસારો
X

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસ ફરી એક વાર ચિંતાનો વિષય બન્યા છે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે હજુ તો ઓમિક્રૉન બાદ અનેક વેરિયન્ટ સામે આવવાના છે ત્યારે ઓમિક્રૉનમાંથી જ ઉત્પન્ન થયેલા વેરિયન્ટને કારણે ટેન્શન વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં ઓમિક્રૉનની વંશાવલીનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન BA.2 સામે આવ્યો છે જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. હાલમાં સ્વાસ્થ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટની તપાસ અને રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જાણકારી અનુસાર ભારત સહિત આ વેરિયન્ટ દુનિયાના 40 દેશોમાં પહોંચી ગયો છે અને ઓમિક્રૉનની તુલનામાં આ નવા વેરિયન્ટથી સંક્રમણ વધુ તેજીથી ફેલાઈ રહ્યું છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 426 સત્તાવાર કેસ સામે આવ્યા છે જ્યારે ચિંતાની વાત એ છે કે આ નવા વેરિયન્ટમાં એવા મ્યુટેશન નથી જેથી તેને ડેલ્ટાથી અલગ ગણી શકાય. જોન હોપકિન્સ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવો વેરિયન્ટ યુરોપ અને અમેરિકામાં મહામારીની તબાહી લાવી શકે છે.

Next Story