Connect Gujarat
દેશ

સમગ્ર દેશમાં લાગૂ થઈ વન નેશન વન રાશન કાર્ડ યોજના, હવે કોઈ પણ જગ્યાએથી લઈ શકશો રાશન

કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી વન નેશન, વન રાશન કાર્ડ યોજના હવે સમગ્ર દેશમાં લાગૂ થઈ ગઈ છે. આસામમાં સૌથી છેલ્લા આ યોજના લાગૂ થઈ

સમગ્ર દેશમાં લાગૂ થઈ વન નેશન વન રાશન કાર્ડ યોજના, હવે કોઈ પણ જગ્યાએથી લઈ શકશો રાશન
X

કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી વન નેશન, વન રાશન કાર્ડ યોજના હવે સમગ્ર દેશમાં લાગૂ થઈ ગઈ છે. આસામમાં સૌથી છેલ્લા આ યોજના લાગૂ થઈ અને તેની સાથે દેશના તમામ રાજ્ય આ યોજનાના દાયરામાં આવી ગયા. વન નેશન, વન રાશન કાર્ડ યોજના રાશન કાર્ડની પોર્ટેબિલિટી યોજના છે, જેમાં કોઈ પણ જગ્યાનું રાશન કાર્ડ કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. તેનું કામ આધાર કાર્ડ સાથે જોડાયેલુ હોય છે. એટલા માેટ બાયોમેટ્રિક ડેટાના આધાર પર રાશન કાર્ડની સુવિધા કોઈ પણ જગ્યાએ મેળવી શકાય છે. આ યોજના સમગ્ર દેશમાં લાગૂ થવાની જાણકારી મંગળવારે ખાદ્યમંત્રાલય દ્વારા આપવામાં આવી છે. વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થીઓને નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ, 2013નો ફાયદો આપવામાં આવે છે.

આ યોજનાના લાભાર્થીઓ દેશના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ મશીનથી જોડાઈને ફેર પ્રાઈસ શોપ પર પોતાના કોટાની સબ્સિડીવાળું રાશન મેળવી શકે છે. તેમાં કોઈ પણ જગ્યાનું રાશન કાર્ડ કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. બાયોમેટ્રિક વેરિફિકેશનના આધારે ગ્રાહકોને સબ્સિડીવાળુ અનાજ આપવામા આવે છે. ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આસામ વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગૂ કરનારુ 36મું રાજ્ય બની ગયું છે. તેની સાથે સમગ્ર દેશમાં આ યોજના લાગૂ થઈ ગઈ છે. ઓએનઓઆરસી સ્કીમ ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019થી લઈને અત્યાર સુધીમાં રાશન કાર્ડ સાથે જોડાયેલ 71 કરોડ પોર્ટેબલ ટ્રાંજેક્શન થયા છે.જેના માધ્યમથી લોકોને રાશન આપવામાં આવે છે. તેમાં 40,000 કરોડ રૂપિયાની સબ્સિડીનુનં અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. હાલના મહિનામાં લગભગ 3 ક

Next Story