Connect Gujarat
દેશ

Oppoનું પહેલું ટેબલેટ ભારતમાં થશે લોન્ચ, તારીખ થઈ જાહેર, જાણો તેના ફીચર્સ વિશે..

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ ભારતીય બજારમાં તેનું નવું ઉપકરણ ઓપ્પો પેડ એર રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Oppoનું પહેલું ટેબલેટ ભારતમાં થશે લોન્ચ, તારીખ થઈ જાહેર, જાણો તેના ફીચર્સ વિશે..
X

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ ભારતીય બજારમાં તેનું નવું ઉપકરણ ઓપ્પો પેડ એર રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. Oppo આ ટેબલેટ 18 જુલાઈના રોજ લોન્ચ કરવા જઈ રહ્યું છે. Oppo તરફથી આવનાર આ પહેલું ટેબલેટ હશે. 18 જુલાઈના રોજ, Oppo Oppo Enco X2 TWS earbuds અને Oppo Reno 8 સ્માર્ટફોન સિરીઝ પણ લૉન્ચ કરશે. આ બંને ડિવાઈસને સ્થાનિક બજારમાં ગયા વર્ષે મે મહિનામાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ટેબલેટ 10.36 ઇંચની ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 680 પ્રોસેસર સાથે આવશે. Oppoની આ લૉન્ચ ઇવેન્ટ ભારતમાં 18 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે. આવો જાણીએ ઓપ્પો પેડ એરના ફિચર્સ અને સ્પેસિફિકેશન વિશે...

ઓપ્પો પેડ એર ટેબલેટ Android 12 આધારિત ColorOS પર ચાલશે. આ ટેબલેટમાં 10.36-ઇંચની ડિસ્પ્લે છે, જે 2,000x1,200 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. ઓપ્પો પેડ એર ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર અને 4 જીબી LPDDR4x રેમ સાથે આવે છે. તેની રેમને 7 GB (4 GB + 3 GB) સુધી વધારી શકાય છે. સ્ટોરેજની વાત કરીએ તો તેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. ટેબલેટમાં ક્વોડ સ્પીકર્સ છે, જે ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.

ઓપ્પો પેડ એર ટેબલેટ 8-મેગાપિક્સલના રિયર કેમેરા સેન્સર સાથે આવશે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે આ ટેબલેટમાં 5 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ટેબલેટ 7,100mAh બેટરી દ્વારા સમર્થિત છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Next Story