Connect Gujarat
દેશ

વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ કર્યું જાહેર, વાંચો કોણ છે માર્ગરેટ અલ્વા

ર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ કર્યું જાહેર, વાંચો કોણ છે માર્ગરેટ અલ્વા
X

સંયુક્ત વિપક્ષે હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. એેનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘેર વિપક્ષની એક મોટી બેઠક યોજાઈ હતી જેમાં માર્ગરેટ અલ્વાના નામ પર સર્વસંમતિથી મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. બેઠક બાદ શરદ પવારે એવી જાહેરાત કરી કે 17 પાર્ટીઓએ સંયુક્ત રીતે માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

મમતા અને કેજરીવાલે અમારા રાષ્ટ્રપતિના ઉમેદવારને પણ સપોર્ટ આપવાની જાહેરાત કરી છે. માર્ગારેટ અલ્વાનો જન્મ 14 એપ્રિલ, 1942ના રોજ મેંગલોર, કર્ણાટકમાં થયો હતો. તેમણે કર્ણાટકમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો, ત્યારબાદ માર્ગારેટ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તે વિવિધ મંત્રાલયોની સમિતિઓનો પણ ભાગ હતી. કોંગ્રેસે તેમને 1975માં પાર્ટીના મહાસચિવ પણ બનાવ્યા હતા. આલ્વા ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.

1999માં તેઓ લોકસભામાં ચૂંટાયા હતા અને કેન્દ્રમાં મંત્રી બન્યા હતા.શનિવારે સાંજે એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પીએમ મોદીની હાજરીમાં યોજાયેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ધનખડના નામને મંજૂરી અપાઈ હતી.

Next Story