Connect Gujarat
દેશ

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, 100 રૂપિયાની નજીક પહોંચી કિંમત

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે.

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, 100 રૂપિયાની નજીક પહોંચી કિંમત
X

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે.નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે.

મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.75 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.82 રૂપિયા પર પહોંચી છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.95 રૂપિયા અને ડિઝલની કિંમત 97.02 રૂપિયા પર પહોંચી છે. તો આ તરફ રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.52 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.62 રૂપિયા પર પહોંચી છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.42 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.49 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.67 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.75 રૂપિયા પર પહોંચી છે. જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.35 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.44 રૂપિયા પર પહોંચી છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.76 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.86 રૂપિયા પર પહોંચી છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.32 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

Next Story