Connect Gujarat
દેશ

PM મોદી-અમિત શાહ અને કેન્દ્રના બે દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે, એપ્રિલમાં થશે આ કાર્યક્રમો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતા ને આકર્ષવા માટે ભાજપે આજથી મહા અભિયાન શરુ કર્યુ છે.

PM મોદી-અમિત શાહ અને કેન્દ્રના બે દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે, એપ્રિલમાં થશે આ કાર્યક્રમો
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતા ને આકર્ષવા માટે ભાજપે આજથી મહા અભિયાન શરુ કર્યુ છે. ભાજપના નેતાઓ પ્રજાલક્ષી 20 યોજના નો પ્રચાર કરવાની તથા તેનો લાભ અપાવવા માટે આજથી સામાજિક ન્યાય પખવાડિયાની શરૂઆત કરી છે.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ નો ગુજરાત પ્રવાસ વધી ગયા છે. હાલ ભાજપ હાઇકમાન્ડને સંપૂર્ણ ફોકસ ગુજરાત પર છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એકવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે. આ સાથે જ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા દિગ્ગજો પણ ગુજરાત આવી પહોંચશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હજી કોઇ તારીખ જાહેર થઇ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી તો જોરશોરથી ચૂંટણીનો ધમધમાટ શરુ કરી દીધો છે. રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આટાફેરા વધી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે. 19 એપ્રિલ પીએમ મોદી જામનગર આવશે જ્યારે 21 એપ્રિલ તેઓ બનાસકાંઠાના પ્રવાસે છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 એપ્રિલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

તેઓ ગાંધીનગર ખાતે નવ નિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ગુજકોમસોલ સાથે અમિત શાહ બેઠક યોજશે. આ વખતે બે દિવસ ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ 10 અને 11 તારીખે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલ કચ્છ આવશે. તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. મહત્વનું છે કે આ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી સંચાલિત હશે. વિશ્વનું એકમાત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે. આ કાર્યક્રમમાં WHOના DG અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. તેમજ આયુષ મંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે

Next Story