Connect Gujarat
દેશ

પી.એમ.મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો, યોગી સરકારના વખાણ કરતા બોલ્યા

પી.એમ.મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો, યોગી સરકારના વખાણ કરતા બોલ્યા
X

પીએમ મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સીએમ યોગી સરકારના ખુબ વખાણ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ઉત્તર પ્રદેશમાં માત્ર ડરનો માહોલ હતો. લોકો પોતાના ઘર પણ છોડી દીધા હતાં. આજે માફિયા અને તમામ અપરાધીઓ જેલના સળીયા પાછળ છે.

પ્રધાનમંત્રીએ ડિફેન્સ કોરીડોર નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પહેલા અલીગઢના તાળા ઘર અને દુકાનની રક્ષા કરતાં હતાં. પરંતુ હવે 21મી સદીના અલીગઢમાં બનવા વાળા હથિાયાર દેશની રક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે જનતાને સંબોધતા તેમણે અલીગઢના એક મુસ્લિમ સેલ્સમેનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે તેમના પિતાના મિત્ર હતા.


અલીગઢમાં તેમના નાનપણની વાતો વર્ણવતા કહ્યું કે, અલીગઢથી મુસ્લિમ સેલ્સમેન દર ત્રણ મહિને અમારા ગામમાં આવતા હતા. મને હજુ પણ યાદ છે કે તે કાળા જેકેટ પહેરીને આવતા હતા. સેલ્સમેન હોવાથી તે દર ત્રણ મહિને આવતો હતો. તે મારા પિતા સાથે સારા મિત્રો હતા. મારા પિતા તેના પૈસા સંભાળતા હતા. પછી જ્યારે તે ગામ છોડતો ત્યારે તે તેના પૈસા લેતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અલીગઢ પહોંચ્યા હતા.

અહીં પીએમ મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના મોડેલનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ સિવાય ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી 97.27 એકર જમીન પર બનાવવામાં આવશે. તેનો પ્લાન પણ બહાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, પ્રથમ હપ્તા તરીકે 10 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2023 સુધીમાં બે વર્ષમાં પૂર્ણ થશે.

Next Story