Connect Gujarat
દેશ

વીજ મીટરને લઈ મોદી સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં, આ કામ ન કર્યું તો તમારું વીજ મીટર થઈ શકે છે બંધ

વીજ મીટરને લઈ મોદી સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં, આ કામ ન કર્યું તો તમારું વીજ મીટર થઈ શકે છે બંધ
X

વીજ મંત્રાલયે ગુરુવારે સ્માર્ટ મીટર લગાવવાને લઈને ટાઈમલાઈન નક્કી કરી દીધી છે. મંત્રાલયે સરકારી કાર્યાલયો, વ્યાપારી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સહિત અન્યમાં હાજર વીજળીના મીટરોને પ્રી-પેમેન્ટ સુવિધા વાળા સ્માર્ટ મીટર સાથે બદલવાની સમય મર્યાદા જાહેર કરી છે.

આ નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કમિશન આ ડેડલાઈન બે વખત, વધુમાં વધુ છ મહિના માટે વધારી શકે છે. જોકે તેના માટે તેમને યોગ્ય કારણ પણ જણાવવાનું રહેશે. આખા દેશમાં માર્ચ 2025 સુધી પ્રીપેડ સ્માર્ટ મીટર લાગી જશે. વીજ મંત્રાલયે કહ્યું છે કે બ્લોક સ્તર અને તેના ઉપરના દરેક સરકારી કાર્યાલયો, દરેક ઔદ્યોગિત અને વાણિજ્યિક ગ્રાહકોને સપ્ટેમ્બર 2023 સુધી સ્માર્ટ મીટર દ્વારા વીજળીની આપુર્તિ કરવામાં આવી જોઈએ.

મંત્રાલય દ્વારા ગુરુવાર દ્વારા એક અધિસૂચના અનુસાર, સંચાર નેટવર્ક વાળા ક્ષેત્રોમાં દરેક ઉપભોક્ચાઓને પૂર્વ ચુકવણી અથવા પ્રી-પેડ મોડમાં કામ કરનાર સ્માર્ટ મીટરની સાથે વીજળીની આપૂર્તિ કરવામાં આવશે. દરેક કેન્દ્ર શાસિત પ્રદેશો, 2019-20માં 15 ટકાથી વધારે એટી એન્ડ સી નુકસાનવાળા શહેરી ક્ષેત્રોમાં 50 ટકાથી વધારે ગ્રાહક વાળા વીજ વિભાગો, નાણાકીય વર્ષ 2019-20માં 25 ટકાથી વધારે એટી એન્ડ સી નુકસાન વાળા અન્ય વીજ વિભાગો, દરેક પ્રખંડ અને તેનાથી ઉપરના સ્તરના સરકારી કાર્યાલયો સુધી દરેક ઔદ્યોગિત અને વાણિજ્યિક ગ્રાહકોને ડિસેમ્બર 2023 સુધી સ્માર્ટ મીટર સાથે જોડી દેવામાં આવશે.

પ્રીપેડ મીટર પ્રીપેડ મોબાઇલની જેમ જ કામ કરે છે, એટલે કે પૈસા જેટલી વીજળી મળશે. જો કે, દેશના ઘણા ભાગોમાં પ્રીપેડ મીટરનો ઉપયોગ થાય છે. જેને રિચાર્જ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ એડવાઈઝરી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ કેન્દ્રીય મંત્રાલયો અને કેન્દ્રીય વિભાગો પાસેથી ગેરંટી પર ભાર આપ્યા વગર જ પ્રી-પેઈડ વીજળી મીટર માટે નાણાની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ તમામને એકાઉન્ટીંગ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. વીજળી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તમામ સરકારી વિભાગોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર માત્ર વીજ વિતરક કંપનીઓને નાણાકીય સ્થિરતાના રસ્તા પર લાવવા કે એનર્જી એફિશિયન્સીને આગળ ધપાવવાના પ્રયાસોને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Next Story