Connect Gujarat
દેશ

સાત વર્ષમાં PM મોદી જરા પણ ન બદલાયા ,વાંચો કયા સેલિબ્રિટીનું ટ્વિટ થયું વાયરલ

રિકીએ ટ્વીટ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ પણ એવા જ દેખાય છે, જેવા 2015માં દેખાતા હતા. તેમણે કહ્યું કે આ વચ્ચે મારી ઉંમર વધી ગઈ છે.

સાત વર્ષમાં PM મોદી જરા પણ ન બદલાયા ,વાંચો કયા સેલિબ્રિટીનું ટ્વિટ થયું વાયરલ
X

રિકીએ ટ્વીટ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ પણ એવા જ દેખાય છે, જેવા 2015માં દેખાતા હતા. તેમણે કહ્યું કે આ વચ્ચે મારી ઉંમર વધી ગઈ છે. પરંતુ પીએમ મોદી બદલાયા નથી. એટલું જ નહી, ગ્રેમી એવોર્ડ વિજેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વાસ્થ્યનું રહસ્ય પણ પૂછ્યું છે. જણાવી દઈએ કે હાલમાં જ તેમણે ડિવાઈન ટાઇડ્સ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. આ તેમનો બીજો ગ્રેમી એવોર્ડ છે. આ પહેલા તેમણે 2015માં પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ભારતીય મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજને 2015માં એક આલ્બમ 'વિન્ડસ ઓફ સંસાર' માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો, જ્યારે આ વર્ષે તેમને ડિવાઈન ટાઇડ્સ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

Next Story