Connect Gujarat
દેશ

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં ચેસ ઓલિમ્પિયાડનું કર્યું ઉદ્ધાટન,

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં વર્લ્ડની મોટી રમત ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લી મૂકી દીધી છે. પાંચ વારના ચેસના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ઓલિમ્પિયાડને ટોર્ચ મિશાલ પીએમ મોદી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને સોંપી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં ચેસ ઓલિમ્પિયાડનું કર્યું ઉદ્ધાટન,
X

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં વર્લ્ડની મોટી રમત ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લી મૂકી દીધી છે. પાંચ વારના ચેસના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ઓલિમ્પિયાડને ટોર્ચ મિશાલ પીએમ મોદી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને સોંપી હતી.

ભારતમાં યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી ચેસ ઓલિમ્પિયાડમાં 160થી વધુ દેશ ભાગ લઈ રહ્યાં છે. જોકે આજે પાકિસ્તાને ચેસ ઓલિમ્પિયાડમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાનું 44માં ચેસ ઓલિમ્પિયાડમાં સ્વાગત કરું છું. આ ટુર્નામેન્ટ ચેસના આયોજનના ઘરે આવી છે. આ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. સાથીઓ, હું આ ટૂર્નામેન્ટના આયોજકોને ખૂબ-ખૂબ અભિનંદન આપવા માંગુ છું. ખૂબ જ ટૂંકા ગાળામાં, તેઓએ શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે.

Next Story