Connect Gujarat
દેશ

પીએમ મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી જાહેર કરેલ આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો કરાવ્યો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો

પીએમ મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી જાહેર કરેલ આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો કરાવ્યો પ્રારંભ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન પણ આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત લાલ કિલ્લાના પ્રાંગણથી કરી હતી.હાલમાં આ યોજના પ્રારંભિક તબક્કામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ત્રીજી વર્ષગાંઠ ને અનુરૂપ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી રહી છે.

એકવાર યુનિક હેલ્થ કાર્ડ જનરેટ થઈ જાય, પછી દર્દીને ડોક્ટરને બતાવી ને ફાઈલ લઈ જવાથી મુક્તિ આપવામાં આવશે. ડોક્ટર અથવા હોસ્પિટલ દર્દીની અન્ય હેલ્થ આઈડી જોશે અને બધું જ જાણી શકશે. તેના આધારે આગળની સારવાર શરૂ કરી શકાય છે. આ કાર્ડ એ પણ જણાવશે કે વ્યક્તિને કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે. દર્દીને આયુષ્માન ભારત અંતર્ગત સારવાર સુવિધાઓનો લાભ મળે છે કે નહીં, તે આ અનોખા કાર્ડ દ્વારા જાણી શકાશે.સાર્વજનિક હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર અથવા આરોગ્યસંભાળ પ્રદાતા કે જે નેશનલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજિસ્ટ્રી સાથે જોડાયેલ છે તે વ્યક્તિની હેલ્થ આઈડી જનરેટ કરી શકે છે

Next Story