Connect Gujarat
દેશ

પી.એમ.મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની કરી સમીક્ષા

સાઈટ પર તેમણે જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવી હતી તો સાથે એન્જિનિયરો અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી

પી.એમ.મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની કરી સમીક્ષા
X

પીએમ નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાની અચાનક મુલાકાત લીધી હતી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કાર્ય અત્યારે ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે પીએમ મોદી સાઈટ પર પહોંચ્યા હતા. અહીં સાઈટ પર તેમણે જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવી હતી તો સાથે એન્જિનિયરો અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અહીં તેમણે 1 કલાક અલગ અલગ વિભાગોની મુલાકાત કરી હતી પીએમ મોદી સાથે વરિષ્ઠ અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો સેન્ટ્રલ વિસ્ટા સૌથી મોટો પ્રોજેક્ટ છે પીએમ મોદીએ ત્યાં કામ કરતા કારીગરો સાથે પણ વાતચીત કરી હતી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ કરવાની મર્યાદા છે.આ આખા પ્રોજેક્ટ પાછળ 13 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે

Next Story