Connect Gujarat
દેશ

ભાજપે શોશ્યલ મીડિયા પર કરેલ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર: પી.એમ.મોદીને વેક્સિનનની ટેન્ક સાથે કોરોનાના વિવિધ વેરિયન્ટ પર હુમલો કરતા દર્શાવાયા

વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાએ અત્યાર સુધી સેંકડો લોકોનો ભોગ લીધો છે.

ભાજપે શોશ્યલ મીડિયા પર કરેલ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર: પી.એમ.મોદીને વેક્સિનનની ટેન્ક સાથે કોરોનાના વિવિધ વેરિયન્ટ પર હુમલો કરતા દર્શાવાયા
X

વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાએ અત્યાર સુધી સેંકડો લોકોનો ભોગ લીધો છે. અબજોની વસ્તી ધરાવતા ભારત દેશમાં પણ કોરોનાએ કોહરામ મચાવ્યો હતો ત્યારે કોરોના સામે બાથ ભીડવા વેક્સિન લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયુંને એક વર્ષ પૂર્ણ થયું છે.જો કે હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસ અનેક અણગમતા રેકોર્ડ વટાવી રહ્યા છે. હાલ સુધી ભારતમાં કોરોના વેક્સિનનો આંક 157 કરોડને પાર થયો છે ત્યારે ભાજપ દ્વારા શોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ પર નજર કરીયે તો પી.એમ.નરેન્દ્ર મોદીને એક ટેન્ક પર દર્શાવવામાં આવ્યા છે અને ટેન્કની આગળ કોરોના વેક્સિન દર્શાવવામાં આવી છે. સામે કોરોનાના વિવિધ વેરિયન્ટ છે અને આસપાસમાં મીડિયાકર્મીઑ આ સમગ્ર ઘટનાક્રમનું કવરેજ કરી રહ્યા છે. તો દેશની જનતા આ અભિયાન નિહાળી રહી હોય એ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે. ભાજપ આ પોસ્ટ થકી કહી રહી છે કે પી.એમ.મોદીના નેતૃત્વ હેઠળ જ અત્યાર સુધી આ મહાભિયાન પર પડ્યું છે જો કે બીજેપી ઈન્ડિયાના શોશ્યલ મીડિયા હેન્ડલથી થયેલ પોસ્ટ અંગે લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે રસીકરણ અભિયાનમાં તબીબો અને હેલ્થ વર્કરોએ કરેલ કરેલ મહેનતને ભાજપે પ્રાધાન્ય નથી આપ્યું.

Next Story