Connect Gujarat
દેશ

વિજય દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે સ્વર્ણિમ વિજય મશાલનું સ્વાગત કર્યું

વડાપ્રધાન મોદી સ્વર્ણિમ વિજય મશાલના સ્વાગત અને સન્માન સમારોહમાં ભાગ લીધો હતો

વિજય દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે સ્વર્ણિમ વિજય મશાલનું સ્વાગત કર્યું
X

વડાપ્રધાન મોદી ગુરુવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેઓ સ્વર્ણિમ વિજય મશાલના સ્વાગત અને સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન ચાર મશાલોની જ્યોતને વોર મેમોરિયલ પર અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દીધી હતી. ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ PMએ ચાર સુવર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી.PMO અનુસાર, આ મશાલોને દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવી હતી. જેમાં 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનીત થયેલા સાનિકોના ગામ સામેલ છે આ મશાલો સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, અંદમાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છનું રણ અને અગરતલા સુધી લઈ જવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન, આ ચાર મશાલોને જ્યોત તરીકે પ્રગટાવવામાં આવી હતી. યુદ્ધ સ્મારક ખાતે PM સ્વર્ણિમ વિજય વર્ષના સમાપન સમારોહમાં ભાગ લેશે.

Next Story