Connect Gujarat
દેશ

કાશી : વડાપ્રધાન મોદીએ કહયું, છેલ્લા થોડા મહિનાઓ માનવજાત માટે મુશ્કેલીભર્યા રહયાં

કાશી : વડાપ્રધાન મોદીએ કહયું, છેલ્લા થોડા મહિનાઓ માનવજાત માટે મુશ્કેલીભર્યા રહયાં
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં 1475 કરોડ રૂપિયા ઉપરાંતના વિવિધ પ્રોજેકટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે પોતાના ઉદબોધનમાં ઉત્તરપ્રદેશ સરકારની કામગીરીના વખાણ કર્યા હતાં અને છેલ્લા થોડા મહિનાઓ માનવજાત માટે મુશ્કેલભર્યા રહયાં હોવાનું જણાવ્યું હતું.

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુકયું છે. ચુંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં તેમના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં હતાં. તેમના હસ્તે કાશીમાં જાપાનના સહયોગથી બનેલાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહિતના પ્રોજેકટના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાને તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, થોડા મહિનાઓ સમગ્ર માનવજાત માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા રહ્યાં છે.

કોરોનાએ છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાં આવેલી મહામારીઓમાં સૌથી મોટી છે. તેને રોકવામાં યુપીના લોકોનું યોગદાન ઉલ્લેખનીય છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ તથા રાજયપાલ આનંદીબેન પટેલની કામગીરીને વખાણી હતી. તેમણે કહયું હતું કે, કોરોનાની બીજી લહેરને રોકવામાં યુપી સરકારે સરાહનીય પગલાં ભર્યા છે. રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનો વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન તેનો શિલાન્યાસ કર્ય હતો. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલુ છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રૂદ્રાક્ષ લાગેલા છે, જે એલ્યુમિનિયમના છે. આ ઉપરાંત બનારસથી ચુનાર સુધી રો-રો વેસલ્સ સેવા પણ શરૂ કરવામાં આવશે.

Next Story