Connect Gujarat
દેશ

પી.એમ.નરેન્દ્રમોદી અમેરિકા પ્રવાસથી ભારત પરત આવ્યા,દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેઓ અમેરિકાથી રવાના થયા

પી.એમ.નરેન્દ્રમોદી અમેરિકા પ્રવાસથી ભારત પરત આવ્યા,દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેઓ અમેરિકાથી રવાના થયા અને આજે તેઓ પરત ભરત આવ્યા. દિલ્હી એરપોર્ટ પર આવતાની સાથેજ લોકોએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું. જ્યા મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા અને તેમણે PMનું આગમન થતાજ તેમનું સ્વાગત કર્યું હતું.US પ્રવાસેથી આજે PM મોદી પર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો તેમનું સ્વાગત કરવા પહોચ્યા હતા. સાથેજ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોચ્યા હતા જ્યા મોટો હાર પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યુ.

સાથેજ સ્થળ પર હાજર લોકોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે એક ખાસ બેઠક થઈ હતી. જેમા આતંકવાદ, સંયુક્ત રાષ્ટ્ર પરિષધ, કોરોના અને ક્વોડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતની સદસ્યતા અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં જોડાવા માટે દજો બાયડને સમર્થન આપ્યું. આપને જણાવી દઈએ કે PM મોદીની જો બાયડન સાથે આ પહેલી બેઠક હતી. ખાસ કરીને ક્વોડ બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનને પાકિસ્તાને જે રીતે સમર્થન આપ્યું તેને લઈને પણ ખાસ ચર્ચા થઈ હતી. અમેરિકા સહિતના સુરક્ષા પરિષદના ચાર સ્થાયી દેશોએ ન્યુક્લીયક સ્પલાયર્સ ગ્રુપમાં જોડાવા બદલ ભારતને સમર્થન આપ્યું છે. બંને દેશના નેતાઓએ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરશે. બંને વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જેમા આતંકવાદ સામે એક સાથે ઉભા રહેવાની ચર્ચા કરવામાં આવી.

Next Story