Connect Gujarat
દેશ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લાલ કૃષ્ણ અડવાણીના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલ કૃષ્ણ અડવાણીનો 94મો જન્મ દિવસ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લાલ કૃષ્ણ અડવાણીના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
X

લાલકૃષ્ણ અડવાણીના જન્મદિન નિમિત્તે વડાપ્રધાન મોદીએ ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમની સાથે ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ સહિત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલ કૃષ્ણ અડવાણી સોમવારે પોતાનો 94માં જન્મ દિવસ મનાવી રહ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના બીજા નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને પહોચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી જન્મ દિવસની સુભેચ્છા પણ પાઠવી હતી. તેમની સાથે નાયબ વડાપ્રધાન વેંકૈયા નાયડુ, રાજનાથ સિંહ, અમિત શાહ, જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it