Connect Gujarat
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલનું કરશે ઉદ્ઘાટન

પીએમ પુડુચેરીમાં લગભગ 122 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત MSME મંત્રાલયના ટેક્નોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલનું કરશે ઉદ્ઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલ નું ઉદ્ઘાટન કરશે. કોરોનાને લીધે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન થયું છે. આ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી મહોત્સવનું ડિજિટલ ઉદ્ઘાટન કરશે તેમ જ પ્રતિસ્પર્ધીઓને સંબોધિત કરશે.

પીએમ પુડુચેરીમાં લગભગ 122 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત MSME મંત્રાલયના ટેક્નોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. પીએમ લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓપન એર થિયેટર સાથેના ઓડિટોરિયમનું પણ ઉદ્ઘાટન કરશે.

તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, '12 તારીખે હું 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિડીયો કોન્ફરસિંગના માધ્યમથી ભાગ લઈશ. પોતાના યુવા મિત્રોને કાર્યક્રમમા સામેલ થવા માટે આમંત્રિત કરું છું. સાથે તેમને પણ પોતાના વિચારો શેર કરવા માટે અપીલ કરું છું. ભારતના પ્રતિભાશાળી યુવાનોને સાંભળીને હંમેશા આનંદ થાય છે.'

કોરોનાને કારણે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન 12-13 જાન્યુઆરીએ થશે. ઉદ્ઘાટન બાદ નેશનલ યુથ સમિટમાં ચાર વિષયો પર પેનલ ડિસ્કશન થશે. આ ચાર થીમ છે- પર્યાવરણ, આબોહવા અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDG); ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને ઇનોવેશન; સ્વદેશી અને પ્રાચીન જ્ઞાન; અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસ.

Next Story