Connect Gujarat
દેશ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
X

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં યોજાનારી 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફ વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગના વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. આ શુભારંભ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ., વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ "આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત" રાખવામાં આવી છે. તેની પણ વિશદ છણાવટ કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીએ 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કરેલું છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટી અને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના આહવાને સુસંગત આ વર્ષની વાયબ્રન્ટ સમિટની આ થીમ છે. મુખ્યમંત્રીએ સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ પ્રસ્તુતિ આ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ કર્ટેન રેઝર કાર્યક્રમમાં કરી હતી. ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.

Next Story