Connect Gujarat
દેશ

દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી રેલ્વે વિભાગ દોડાવશે વિશેષ ટ્રેન...

દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી રેલ્વે વિભાગ દોડાવશે વિશેષ ટ્રેન...
X

ગુજરાત રાજ્યમાં દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે, ત્યારે આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.

જોકે, આ વર્ષે પણ દિવાળી પર મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવેએ મોટી જાહેરાત કરી છે. દિવાળીને લઈ રેલવે તંત્રએ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી નિમિતે રેલવે વિભાગ અમદાવાદથી 5 ટ્રેનો દોડાવશે, તેમજ અમદાવાદથી કાનપુરની 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે 26 ઓક્ટોબરથી શરુ થાય તેવું લાગી રહ્યું છે. સાથે મુંબઈથી અમદાવાદ જતી તેજસ ટ્રેનમાં સ્પેશિયલ કોચ લગાવાશે. જોકે, અત્યારથી પેસેન્જરોના રિઝર્વેશનમાં 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, કોરોના મહામારીમાં કોવિડ નિયમોના પાલન સાથે મુસાફરોને રેલ્વે સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવશે. એટલું જ નહીં, મુસાફરોના કોવિડ ટેસ્ટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તેનું પણ રેલવે વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે. તેમજ રેલવે યાત્રીઓને સુરક્ષા માટે રેલવે પોલીસ પણ ખડે પગે રહેશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે,

ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પશ્ચિમ રેલવેએ મુસાફરો માટે દિવાળીને લઇને ખાસ 5 ટ્રેનો દોડાવાની જાહેરાત કરી છે. દિવાળી પર મુસાફરોને લઈને વધારે ભીડ જોવા મળતી હોય છે. તેને ધ્યાને લઇને વધારાની ટ્રેનો દોડાવશે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ-સુબેદાર ગંજ, બાંદ્રા ટર્મિનસ-મઉ, સુરત-સુબેદાર ગંજ, સુરત-કરમાલી અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ વચ્ચે વધારાની વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા આ ખાસ ટ્રેનો ખાસ ભાડા સાથે જ દોડાવવામાં આવશે...

Next Story